RTI

Gujarat Ecological Education and Research (GEER) Foundation

RTI

નિયામકશ્રી, ‘ગીર’ ફાઉન્ડેશન, ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગરની કચેરી માહિતી અધિકારી અધિનિયમ, ૨૦૦૫ (પ્રકરણ-૨)

1.વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજોની વિગતો
ઉદ્દેશ:
 • પ્રજાજનો, બાળકો તથા યુવાનોમાં પ્રકૃતિ તેમજ વન્યપ્રાણી માટે જાગૃતિ અને લગાવ ઉત્પન્ન કરવો.
 • પર્યાવરણ અંગેના સંશોધનમાં સક્રિય રીતે કામે લાગવું તથા ભવિષ્ય માટે કુદરતી સંપત્તિ જાળવી રાખવા સારૂ અને સામાન્ય પ્રજાને આ અંગે શિક્ષણ આપવા સહિત વન્ય વનસ્પતિ તથા વન્યપ્રાણી સૃષ્ટિના સંરક્ષણના કાર્યને પુષ્ટિ આપવી.
 • વન્યપ્રાણી ઉદ્યાનો તથા સ્થાનિક જાતોના રોપવનો સ્થાપવા તથા જાળવવા તથા લોકોના શિક્ષણ તથા શિક્ષણપ્રદ, આનંદ માટે બધા જીવંત નમુનાઓ તેના યોગ્ય વનસ્પતિય આવરણ સહિત પ્રદર્શિત કરવા અને જીવ વૈજ્ઞાનિક સંશોધન તેમજ સંલગ્ન પ્રવૃતિ સાથે સંકળાયેલ પ્રાકૃતિક ઈતિહાસની દરેક શાખાઓને પુષ્ટિ આપવી.
 • ગુજરાતની અગત્યની પ્રાકૃતિક સંપત્તિ વિશે તથા તેની વિવેકપૂર્ણ અને વૈજ્ઞાનિક વ્યવસ્થા અને વિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનો.
 • વિનાશને આરે ઉભેલી વનસ્પતિ તેમજ પ્રાણીઓની જાતોના પ્રજનન કાર્યમાં લાવવાનો કે જેથી આવી જાતોને તેના પ્રાકૃતિક સ્થાનમાં ફરીથી દાખલ કરી શકાય.
 • ખાસ કરીને પૂર્વિય પ્રદેશો તથા તેની નજીક આવેલા પ્રાણી-ભૌગોલિક પ્રદેશોના પ્રાણી તથા વનસ્પતિ જીવનના અભ્યાસ સહિત પ્રાકૃતિક ઈતિહાસ અંગેના જ્ઞાનને પુષ્ટિ આપવાનો.
 • પ્રાકૃતિક ઈતિહાસની સર્વે શાખાઓમાં સંશોધન કરવાનો અને જરૂર જણાય ત્યાં આવા સંશોધનમાં જોડાયેલ બીજી સંસ્થાઓ તથા વ્યક્તિઓને જરૂરી માહિતી, સલાહ તથા નાણાં પણ આપીને મદદ કરવાનો.
 • એક અથવા તેથી વધુ સંગ્રહાલયો, ઉદ્યાનો તથા જીવંત અગર મૃત પ્રાણીઓ અને વનસ્પતિના સંગ્રહો જે પ્રાકૃતિક ઈતિહાસના અભ્યાસ માટે યોગ્ય હોય તેવા પુરા પાડવા, ખરીદ કરવા, બાંધવા, સજ્જ કરવા, જાળવવા તથા ભરપુર કરવા વિગેરે.
 • વનસ્પતિ તેમજ પ્રાણીના નમુનાઓની વ્યવસ્થિત જાળવણી તથા નોંધ રાખવાનું તથા તેને પ્રદર્શિત કરવાનું કાર્ય.

1.2 જાહેરતંત્રનું મિશન.

“ગીર” ફાઉન્ડેશનનું મુખ્ય કાર્ય પ્રકૃતિ શિક્ષણ અને પારિસ્થિતિકીય સંશોધન દ્વારા પ્રકૃતિ સંરક્ષણ છે.

1.3 જાહેરતંત્રનો ટુંકો ઈતિહાસ અને તેની રચનાનો સંદર્ભ:

ગુજરાત પ્રાકૃતિક ઈતિહાસ મંડળ દ્વારા એક દરખાસ્ત રજુ કર્યા મુજબ ગાંધીનગર મુકામે હિસ્ટ્રી મ્યુઝીયમ સ્થાપવાની યોજનાનો સરકારશ્રી દ્વારા સ્વીકાર થતાં આ યોજનાના અમલીકરણ માટે રાજ્યના પાટનગર ગાંધીનગર મુકામે સાબરમતી નદીના કાંઠે ઈન્દ્રોડા તથા ધોળાકુવા ગામ વચ્ચે અંદાજે 168 હેક્ટર અને શાહપુર તથા બાસણ ગામ વચ્ચે અંદાજે ૩૦૦ હેક્ટર જેટલી જમીન આ યોજનાના વિકાસ કામો માટે ફાળવવામાં આવી, યોજનાના અમલ માટે રાજ્ય વન વિભાગ દ્વારા સને ૧૯૭૮ માં હરણોદ્યાનની સ્થાપના કરવવામાં આવી. ત્યારબાદ યોજનાના હેતુઓ અને ઉદ્દેશો પાર પાડી શકાય અને યોજનાના કામોનો ઝડપથી વિકાસ થાય તે સારૂ સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ (“ગીર”) ફાઉન્ડેશન નામની સ્વાયત સંસ્થાની રચના કરી તેને એક જાહેર ટ્રસ્ટ (નોંધણી નંબર- એફ/36, ગાંધીનગર તા.૨૪-૧૧-૧૯૮૨) તથા સોસાયટી (નોંધણી નંબર : ગુજ/૫૦/ગાંધીનગર/તા.૨૪-૧૧-૧૯૮૨) તરીકે સને ૧૯૮૨ માં નોંધણી કરવામાં આવી અને આ સંસ્થાને વિધિવત રીતે તા.૦૧-૦૨-૧૯૮૩ થી નેચરલ હિસ્ટ્રી મ્યુઝીયમ પ્રોજેક્ટના અમલીકરણની કામગીરી સુપ્રત કરવામાં આવી.

1.4. જાહેરતંત્ર ફરજો

ઉપર ૧ માં જણાવ્યા મુજબના “ગીર” ફાઉન્ડેશન હેતુઓ અને ઉદ્દેશો પાર પાડવા તથા વન, વન્યજીવ સૃષ્ટિ અને પર્યાવરણ સંરક્ષણ અને વિકાસ તથા નૈસર્ગિક વારસાના જતન માટે જાહેર જનતા અને વિદ્યાર્થીઓને પ્રકૃતિ શિક્ષણ અને સાહિત્યના માધ્યમ દ્વારા સભાન કરવા

1.5 જાહેરતંત્રની મુખ્ય પ્રવૃત્તિઓ / કાર્યો.
 • નેચરલ હિસ્ટ્રી મ્યુઝીયમ પ્રોજેક્ટ હેઠળ ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનનો વિકાસ.
 • ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે વનસ્પતિ ઉદ્યાન, ગ્રીનવેલી, સર્પગૃહ, મગર ઉછેર કેન્દ્ર, પક્ષી શિક્ષણ કેન્દ્ર હરણોઉદ્યાન, વિશાળ પક્ષીગૃહ, કાચબા-સસલા ઘર, દરિયાઈ ઈન્ટરપ્રિટેશન સેન્ટર, ડાયનોસોર અને ફોસેલ પાર્ક, દિપડા અને હાથી એન્કલોઝર, બાગ-બગીચાઓ, પાણી-પુરવઠાના કામો, કલરવ સંકુલ, પ્રકૃતિ શિક્ષણ શિબિર, વનકેડી, વિવિધ વૃક્ષોના વાવેતરો, તળાવો વિગેરેની નિભાવણી અને વિકાસ.
 • અરણ્યદ્યાન ખાતે વિવિધ વૃક્ષોના વાવેતર, નક્ષત્ર વન, પ્રકૃતિ શિક્ષણ શિબિર કેન્દ્ર, તળાવો, વનકેડીઓ, પાણી-પુરવઠા વિગેરેની નિભાવણી અને વિકાસ.
 • રાજકોટ જિલ્લાના વિછીંયા તાલુકામાં આવેલ હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્યમાં પર્યાવરણ શિક્ષણની કામગીરી, અભ્યારણ્યની જાળવણી અને વિકાસ કાર્યો.
 • ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર તથા હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરોનું આયોજન.
 • વન અને વન્યજીવ સૃષ્ટિને લગતાં સાહિત્યોનું પ્રકાશન અને ફિલ્મોનું નિર્માણ.
 • રાજ્યના રક્ષિત વિસ્તારોના જૈવિક વિવિધતાના અભ્યાસો અને તેના અહેવાલોના પ્રકાશનની કામગીરી.
 • રાજ્યના મેડીસીનલ પ્લાન્ટસના અભ્યાસનો અહેવાલ.
 • હરિયાળું ગુજરાત રેડિયો કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અંગે લોક જાગૃતિ.
 • રાષ્ટ્રીય, પ્રાદેશિક અને રાજ્ય કક્ષાએ વર્કશોપ, સેમીનાર અને તાલીમ કાર્યક્રમોનું આયોજન.
 • ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા અમલી બનાવેલ નેશનલ ગ્રીન ક્રોર્પ્સ યોજના હેઠળ રાજ્યની વિવિધ શાળાઓમાં સ્થાયેલ ૭૫૮૨ ઈકો ક્લબની નોડલ એજન્સી તરીકેની કામગીરી.
 • વન્ય પ્રાણી સપ્તાહ, વિશ્વ પર્યાવરણ દિવસ, વિશ્વ પૃથ્વી દિવસ, ઓઝોન સંરક્ષણ દિવસ, વિશ્વ જૈવિક વિવિધતા દિવસ, વિશ્વ અન્ન દિવસ જેવા વિવિધ પ્રસંગોની ઉજવણીના ભાગરૂપે ચિત્ર સ્પર્ધા, કાર્યશાળા, પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન.
 • રાજ્યમાં ગીધની વસ્તી ગણતરી અને તેના સંરક્ષણ માટેની કામગીરી.
 • રાજ્યમાં બગલા વસાહતની ગણતરી.
 • રીમોટ સેન્સીગ પધ્ધતિ દ્વારા રાજ્યના વન વિસ્તારોના વનોની ગીચતા અને વર્ગીકરણના અભ્યાસ.
 • જીઓગ્રાફીકલ ઈન્ફરમેશન સીસ્ટમ હેઠળ વિવિધ તાલીમ કાર્યક્રમો.
 • ઈન્ટેગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે ઈમ્પ્લીમેન્ટેશન એજન્સી તરીકેની કામગીરી
 • પારિસ્થિતિકીય વિષયો, જૈવિક વિવિધતા, જૈવિક વૈવિધ્યના સંરક્ષણ તથા જળવાયુ પરિવર્તન વિષય પર સંશોધન
 • રાજ્યના સાત રક્ષિત વિસ્તારો (PAs) માં સંરક્ષણના પગલાંઓની અસરો અંગેનો અભ્યાસ
 • સુદૂર સંવેદન (રીમોટ સેન્સીંગ) અને ભૂસ્તરશાસ્ત્રીય (જીઓગ્રાફીકલ) માહિતીની પદ્વતિ દ્વારા ઉપગ્રહ ઉપરથી પ્રાપ્ત થયેલ “ઇમેજરી” ના ઉપયોગ દ્વારા ઉપરોક્ત વિષયનો નીચે દર્શાવેલ સ્થળો ઉપર અભ્યાસ કરવામાં આવે છે.
  1. માતાનો મઢ, કચ્છ ખાતે આવેલ લીગનાઈટ ખાણોનો અભ્યાસ
  2. સુરતમાં તાડકેશ્વર ખાતે આવેલી લીગનાઈટ, ખાણોનો અભ્યાસ
  3. કચ્છના રાતડિયા ખાતે 'નાગરેચા બોક્સાઈટ' ખાણો અંગેનો અભ્યાસ
 • નળ સરોવર અને રાષ્ટ્રીય કક્ષાએ અગત્યના ગણાતા અન્ય જળપ્લાવિત વિસ્તારો અને મુખ્ય નદીઓના મુખપ્રદેશ અંગેનો અભ્યાસ
 • કેન્દ્રિય પ્રાયોજિત યોજના હેઠળ કચ્છ અને ખંભાતના અખાતના ચેર અને પરવાળાનું સંરક્ષણ અને સંચાલન
 • ગુજરાતના કચ્છ જિલ્લાની પ્રાકૃત્તિક સંસાધનો પર નિર્ભર સમુદાય માટે જળવાયુ પરિવર્તન સામે અનુકુલન સાધવા: પાણી અને આજીવિકા સુરક્ષા તથા નિવસનતંત્રના પુન:સ્થાપન દ્ઘારા પ્રતિકાર શક્તિમાં વધારો કરવા અંગેનો પ્રોજેકટ
 • ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જે ભાગોમાં સરદાર સરોવર નર્મદા લિમીટેડ(એસ.એસ.એન.એન.એલ.) દ્વારા કેનાલનું પાણી ઉપલબ્ધ થયેલ છે તે વિસ્તારોમાં આ નહેરોના પાણીની પર્યાવરણીય અસરો અંગેનો અભ્યાસ
 • જી.એફ.ડી.પી પ્રોજેક્ટ ક્ષેત્રમાં વૃક્ષઆચ્છાદિત વિસ્તારનું, ઘાંસઆચ્છાદિત વિસ્તારનું અને વનસ્પતિના પુનર્જીવનનું મૂલ્યાંકન
 • પરિસરતંત્રો અને જૈવિક વિવિધતાને અનુલક્ષીને ગુજરાત રાજ્યમાં પરિવર્તનશીલ ઊર્જા અને વિવિધ પ્રદેશોમાં તેનું “મેપીંગ અને એસેસમેન્ટ” અંગેનો અભ્યાસ
 • ઈકોલોજીકલ મોનિટરીંગ ઓફ મેજર રીવર્સ ઓફ ગુજરાત (સાબરમતી, મહી, નર્મદા અને તાપી નદી)
 • ઈકોલોજીકલ મોનિટરીંગ ઓફ ઈમ્પોર્ટન્ટ વેટલેન્ડઝ ઓફ ગુજરાત
 • ઈકોલોજીકલ મોનીટરીંગ ઓફ નળ સરોવર (પક્ષી અભયારણ્ય અને ગુજરાતની રામસર સાઈટ)
1.6 જાહેરતંત્ર દ્વારા આપવામાં આવતી સેવાઓની યાદી અને તેનું સંક્ષિપ્ત વિવરણ.
 • પ્રકૃતિ શિક્ષણ.
 • વન અને વન્યજીવ સૃષ્ટી અંગેનું સાહિત્ય.
 • હરિયાળું ગુજરાત રેડિયો કાર્યક્રમ.
 • પ્રકૃતિ અંગેની ચેતના જગાવવી.
 • જાહેર જનતા માટે ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની રચના.
 • રાજ્યમાં નેશનલ ગ્રીન ક્રોર્પ્સ યોજના (ભારત સરકાર) ના કાર્યક્રમ હેઠળ ઈકો ક્લબોની રચના કરવી, તેને ચલાવવી, તેને લગતા કાર્યક્રમો હાથ ધરવા.
1.7

જાહેરતંત્રના રાજ્ય, નિયામક કચેરી, પ્રદેશ, જિલ્લો, બ્લોક વગેરે સ્થળોએ સંસ્થાગત માળખાનો આલેખ : મુખ્ય મથક ગાંધીનગર ખાતે છે. હિંગોળગઢ અભયારણ્યના પરિક્ષેત્ર વન અધિકારીશ્રીનું મુખ્ય મથક હિંગોળગઢ ખાતે છે

1.8

જાહેરતંત્રની અસરકારકતા અને કાર્યક્ષમતા વધારવા માટેની લોકો પાસેથી અપેક્ષાઓ: શિક્ષણ તથા સંશોધનમાં લોક સહકાર મેળવવામાં આવે છે.

1.9

લોક સહયોગ મેળવવા માટેની ગોઠવણ અને પધ્ધતિઓ : શાળાઓના વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિ શિક્ષણ તથા અન્ય સંશોધન સંસ્થાઓનો સહયોગ મેળવવામાં આવે છે.

1.10

સેવા આપવાના દેખરેખ નિયંત્રણ અને જાહેર ફરિયાદ નિવારણ માટે ઉપલબ્ધ તંત્ર : નાયબ નિયામકશ્રી, “ગીર” ફાઉન્ડેશન, ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર

1.11

મુખ્ય કચેરી અને જુદા જુદા સ્થળોએ આવેલી અન્ય કચેરીઓના સરનામા નિયામકશ્રી, “ગીર” ફાઉન્ડેશન, ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર.

 • ટેકનીકલ આસીસ્ટન્ટશ્રી, “ગીર” ફાઉન્ડેશન, ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન પૂર્વ વિભાગ, ગાંધીનગર.
 • પાર્ક વોર્ડનશ્રી, ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર.
 • રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રી, પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય, મુ. હિંગોળગઢ, તા. જસદણ, જિ. રાજકોટ.

1.12

કચેરી શરૂ થવાનો સમય: સવારે ૧૦-૩૦ કલાક
કચેરી બંધ થવાનો સમય: સાંજે ૬-૧૦ કલાક.

2 અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો

2.1 નિયામક, “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર.

સત્તાઓઃ વહીવટી
 1. પે બેન્ડ-૨: ૯૩૦૦-૩૪૮૦૦ ગ્રેડ પે: ૫૪૦૦ સુધીના પગારવાળી “ગીર” ફાઉન્ડેશનના કર્મચારીઓની જગ્યા ઉભી કરવી અને તેના ભરતી નિયમો ઘડવા.
 2. ફાઉન્ડેશનના કર્મચારીઓને નિમણૂક, બઢતી અને રૂખસદ આપવી, શિસ્ત ભંગના પગલાં લેવા અને રાજીનામાનો સ્વીકાર કરવો.
 3. ફાઉન્ડેશનને સંબંધીત હોય તેવા વિષય ઉપર ભારતમાં કોઈપણ સમયે યોજવામાં આવેલ સેમીનારમાં કર્મચારીને મોકલવા તેમજ ફરજના ભાગરૂપે ભારતના કોઈપણ સ્થળે મોકલવા.
 4. કર્મચારીઓના કલ્યાણ માટે જરૂરી વ્યવસ્થા કરવી.

નાણાંકીય:
 • સરકારશ્રી અને/અથવા નિયામક મંડળ દ્વારા મંજૂર કરવામાં આવેલ પ્રોજેક્ટને નાણાંકીય મંજુરી આપવી.
 • સરકારશ્રી અને/અથવા નિયામક મંડળ દ્વારા મંજુર કરવામાં આવેલી યોજનાઓ અને પ્રોજેક્ટના અમલ માટે સાધન સામગ્રીની ખરીદી અને કામગીરી માટે ટેન્ડરો આમંત્રીત કરવા, સ્વીકૃત કરવા અને મંજુર કરવા.
 • રાજ્ય સરકાર અથવા ભારત સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ રેઈટ કોન્ટ્રાક્ટ મુજબ ટેન્ડર આમંત્રિત કર્યા વિના સાધન સામગ્રી, મશીનરી, વાહનો, સ્ટોર, ખરીદ કરવું.
 • મંજુર થયેલા કામોના એસ્ટીમેન્ટને તાંત્રીક / વહીવટી મંજુરી બાબત.
 • છપામણી, જાહેરાત, પ્રસિધ્ધિ અને જનસંપર્કની કામગીરી માટેનો ખર્ચ મંજુર કરવો, સ્ટેશનરી, સાધનો, ફર્નિચર અને ઓફીસ માટે સાધન સામગ્રીની ખરીદી
 • મ્યુનીસીપલ ટેક્સ, અન્ય ટેક્સ, ટપાલ અને ટેલીગ્રામ ખર્ચ, ટેલીફોન બીલ, વીજળી બીલો, ગેસ અને પાણી વેરો, લાઈસન્સ ફી અને અન્ય આવા ખર્ચની ચૂકવણી.
 • પુસ્તકો, જર્નલ્સ સામાયિકોની ખરીદીની મંજુરી.
 • ગુમ થયેલા સાધનો, ચીજવસ્તુઓ, મશીનરી, ડેડસ્ટોક, એક્ઝીબીટસ, વિગેરે રાઈટ ઓફ કરવા.
 • ડેમરેજ, ઓક્ટ્રોય, વાહતુક, વિગેરે, મંજુરી ખર્ચ, પ્રિમીયમ ચાર્જીસ વિગેરેની મંજુરી અને કાનુની ફી અને ડ્યુટીઝ તેમજ ઓડીટ ફીની ચુકવણી.
 • માનવી અને પશુઓ માટે દવાઓ તેમજ સલામતી સ્વાસ્થ્ય અંગેની તથા પ્રાથમિક સારવારના ખર્ચની ચુકવણી
 • ફાઉન્ડેશન વતી ડીડસ, સંમતિપત્રક, પાવર ઓફ એટર્ની, ઈન્સ્ટુમેન્ટસ વગેરે માટે એક્ઝીક્યુટ કરવા અને કાયદાકીય ખર્ચની મંજુરી તેમજ ફાઉન્ડેશનની કોઈપણ મિલકતનો વિમો ઉતરાવવા માટેની મંજુરી આપવી.
 • ફાઉન્ડેશન વતી અનિવાર્ય અને આકસ્મિક સંજોગોમાં તેમજ જરૂરી એવા પ્રસંગોમાં જરૂર જણાય ત્યાં યોગ્ય વ્યવસ્થા કરવી તથા પોતાનાં અભિગમ મુજબ ફાઉન્ડેશનના રક્ષણ અને હીતમાં જરૂરી કાર્યવાહી કરવી.
 • વ્યવસાયિક ધોરણે કાયદાકિય સલાહકાર, કરવેરા નિષ્ણાંતો અને તાંત્રિક નિષ્ણાંતોને રોકવા.

ફરજો:
 • “ગીર” ફાઉન્ડેશન હેઠળના ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, અરણ્યઉદ્યાન અને હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્યના તમામ વિકાસકીય અને જાળવણી અને નિભાવણી કામોમાં માર્ગદર્શન.
 • “ગીર” ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત થતાં વિવિધ સંશોધનાત્મક અહેવાલો, વન અને વન્યજીવ સૃષ્ટિની ફિલ્મો, રેડીયો કાર્યક્રમ, પ્રકૃતિ શિક્ષણ સાહિત્ય, ઉજવણીના પ્રસંગો, સેમિનાર, કાર્યશાળાના આયોજનમાં માર્ગદર્શન.
 • નિયામક મંડળની બેઠકો બોલાવવી અને મંડળના નિર્ણયો મુજબ જરૂરી કાર્યવાહી કરવી.
 • રાજ્ય સ્તરે વિવિધ સમિતિઓમાં યોગદાન આપવું.
 • પ્રકૃતિ શિક્ષણ અને સંલગ્ન કાર્યક્રમોમાં માર્ગદર્શન આપવું.
 • “ગીર” ફાઉન્ડેશનની સમગ્ર વહીવટી અને નાણાંકીય જવાબદારીઓ માટે સૂચનો કરવા.
 • વિવિધ સંશોધનાત્મક પ્રવૃતિઓ અને કામગીરીઓના અમલ માટે માર્ગદર્શન આપવું.
 • ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા “ગીર” ફાઉન્ડેશનની કામગીરીઓ ઉપરાંત સુપ્રત કરવામાં આવતી વિવિધ કામગીરીઓનું અમલીકરણ.
2.2 નાયબ નિયામકશ્રી, આર એન્ડ ડી “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર.
સત્તાઓઃ વહીવટી
 • નિયામકશ્રી, “ગીર” ફાઉન્ડેશન વતી તેઓના હસ્તકના વર્ગ-૩ અને ૪ ના કર્મચારીઓના ઈજાફા મુક્ત કરવા, રજા મંજુર કરવી, વર્ગ-૨ તથા ૩ ના ખાનગી અહેવાલો લખવા અને સમગ્ર વહીવટીય બાબતોમાં દેખરેખ રાખવી અને મદદ કરવી.
નાણાંકીય:
 • નિયામક મંડળ તેમજ નિયામકશ્રી દ્વારા મંજુર થયેલ કામોની ચૂકવણી કરવી અને ઉપાડ અને હિસાબ અધિકારી તરીકેની ફરજો બજાવવી.
 • “ગીર” ફાઉન્ડેશનના સમગ્ર મહેકમ, પ્રોજેક્ટ સ્ટાફ, રોજમદારો વિગેરેના પગાર ભથ્થા, પ્રવાસ ભથ્થા બિલો અને કચેરી કામે કરેલા ખર્ચની ચૂકવણી.
 • “ગીર” ફાઉન્ડેશનના તમામ તાંત્રિક કામો, ઈત્તર પ્રવૃત્તિઓ, ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના કામોમાં નિયામકશ્રીને મદદ કરવી.

ફરજોઃ

 • “ગીર” ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાતાં રાજ્ય સરકારશ્રીના તથા ભારત સરકારશ્રીના પ્રોજેક્ટ ઉપર કામ કરતાં તાંત્રિક મહેકમને ફીલ્ડ કો-ઓર્ડીનેશનમાં સહાય.
 • “ગીર” ફાઉન્ડેશનનું પ્રોડક્ટ ડેવલપમેન્ટ, પ્રોડક્શન, માર્કેટીંગ તેમજ વેચાણ (પબ્લીકેશન સહિત).
 • “ગીર” ફાઉન્ડેશનની રીસર્ચ કામગીરી કરતાં તમામ રીસર્ચ સ્ટાફ ઉપર મોનીટરીંગ અને નિયંત્રણ.
 • નિયામકશ્રીની કચેરીની વહીવટી, તાંત્રિક તથા હિસાબી બાબતો જે નિયામકશ્રીની મંજૂરી માટે મૂકવામાં આવે તેની ચકાસણી.
 • ફાઉન્ડેશન તરફથી હાથ ધરવામાં આવતા તમામ પ્રોજેક્ટ્સમાં માર્ગદર્શન અને મદદ.
 • લાઇબ્રેરી તથા સ્ટુડીઓની તમામ કામગીરી ઉપર દેખરેખ અને નિયંત્રણ.
 • નિયામકશ્રીની કચેરીની સંપૂર્ણ જાળવણી, સુધારા-વધારા, સાફ-સૂફી, કચેરી, કમીટી રૂમ્સ ખોલવા-બંધ કરવા, ફર્નીચર, એ.સી. એડ્રેસ સીસ્ટમ (ફાળવેલ વાહન સિવાયના) વાહન વગેરેની વ્યવસ્થા અને જાળવણી. (પાર્ક વોર્ડનશ્રી મારફતે)
 • રેડીઓ પ્રોગ્રામ, ટી.વી. પ્રોગ્રામ, પ્રેસ રેપોર્ટીંગ, રદીયો વગેરે કામગીરી
 • પવઅશ્રી, ઇન્દ્રોડા પાર્ક, પ.વ.અ.શ્રી, અરણ્ય ઉદ્યાન તથા પરિક્ષેત્ર વન અધિકારીશ્રી, હિંગોલગઢ અભયારણ્યની તમામ કામગીરી ઉપર દેખરેખ અને નિયંત્રણ જેમાં –
 • પવઅશ્રી, ઇન્દ્રોડા પાર્ક, પ.વ.અ.શ્રી, અરણ્ય ઉદ્યાન તથા પરિક્ષેત્ર વન અધિકારીશ્રી, હિંગોલગઢ અભયારણ્યની તમામ કામગીરી ઉપર દેખરેખ અને નિયંત્રણ જેમાં – (૧) વિકાસ કામોનું આયોજન, અમલ, જાળવણી, નિયંત્રણ (૨) ચેક રીક્વીઝીશનની ચકાસણી અને ભલામણ (૩) માસિક હિસાબની ચકાસણી અને પ્રતિસહી (૪) ભાવપત્રકોની ચકાસણી અને મંજૂરી (૫) નવાં બાંધકામો માટે આયોજન તથા જુના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી, પ્લાન એસ્ટીમેન્ટની ચકાસણી, વહીવટી ભલામણ (૬) પ્રાણી સંગ્રહાલયનો વિકાસ, પ્રાણીઓની જાળવણી, પ્રાણીઓ અન્યત્ર ફાળવવા કે બીજેથી મેળવવાની દરખાસ્તની ચકાસણી અને ભલામણ (૭) પાર્કમાં ઉમેરવાના કે ઉમેરાતાં નવા વિભાગોની દરખાસ્ત, આયોજન, અમલ, જાળવણી અને નિયંત્રણ (૮) વન્ય પ્રાણી (સંરક્ષણ) અધિનિયમ, વન અધિનિયમ કેઅન્ય લાગું પડતાં કાયદાઓનો અમલ અને માર્ગદર્શન (૯) મુલાકાતીઓ માટે વ્યવસ્થા, સગવડ અને જરૂરી પરવાનગી તેમજ (૧૦) પવઅશ્રીની અન્ય તમામ કામગીરીઓ પર દેખરેખ અને નિયંત્રણ.

2.3 નાયબ નિયામકશ્રી, ઇ.ઇ., “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર.

સત્તાઓઃ વહીવટી:
 1. (૧) વિકાસ કામોનું આયોજન, અમલ, જાળવણી, નિયંત્રણ (૨) ચેક રીક્વીઝીશનની ચકાસણી અને ભલામણ (૩) માસિક હિસાબની ચકાસણી અને પ્રતિસહી (૪) ભાવપત્રકોની ચકાસણી અને મંજૂરી (૫) નવાં બાંધકામો માટે આયોજન તથા જુના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી, પ્લાન એસ્ટીમેન્ટની ચકાસણી, વહીવટી ભલામણ (૬) વન્ય પ્રાણી (સંરક્ષણ) અધિનિયમ, વન અધિનિયમ કેઅન્ય લાગું પડતાં કાયદાઓનો અમલ અને માર્ગદર્શન (૯) હરિયાળા ગુજરાત રેડિયો પ્રોગ્રામની કામગીરી (૧૦) પુસ્તકના પ્રકાશનોની કામગીરી તેમજ અન્ય તમામ કામગીરીઓ પર દેખરેખ અને નિયંત્રણ.
 2. નેશનલ ગ્રીન કોર્પ્સ કાર્યક્રમ, ઇકો ક્લબને લગતી તમામ કામગીરી.

2.4 મદદનીશ નિયામકશ્રી (વહીવટ), “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર.
ફરજો
 • નિયામકશ્રી અને નાયબ નિયામકશ્રીની સુચનાનુસાર “ગીર” ફાઉન્ડેશનના સુપ્રત કરેલ વહીવટી કામોમાં મદદ કરવી.
 • નિયામકશ્રીની કચેરીની વહીવટી, તાંત્રિક તથા હિસાબી બાબતો જે નાયબ નિયામકશ્રી/નિયામકશ્રીની મંજૂરી માટે મૂકવામાં આવે તેની ચકાસણી.
 • ફાઉન્ડેશન તરફથી હાથ ધરવામાં આવતા તમામ પ્રોજેક્ટ્સમાં માર્ગદર્શન અને મદદ.
 • નિયામકશ્રીની કચેરીની સંપૂર્ણ જાળવણી, સુધારા-વધારા, સાફ-સૂફી, કચેરી, કમીટી રૂમ્સ ખોલવા-બંધ કરવા, ફર્નીચર, એ.સી. એડ્રેસ સીસ્ટમ (ફાળવેલ વાહન સિવાયના) વાહન વગેરેની વ્યવસ્થા અને જાળવણી. (પાર્ક વોર્ડનશ્રી મારફતે)
 • (૧) વિકાસ કામોનું આયોજન, અમલ, જાળવણી, નિયંત્રણ (૨) ચેક રીક્વીઝીશનની ચકાસણી અને ભલામણ (૩) માસિક હિસાબની ચકાસણી અને પ્રતિસહી (૪) ભાવપત્રકોની ચકાસણી અને મંજૂરી (૫) નવાં બાંધકામો માટે આયોજન તથા જુના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી, પ્લાન એસ્ટીમેન્ટની ચકાસણી, વહીવટી ભલામણ (૬) પ્રાણી સંગ્રહાલયનો વિકાસ, પ્રાણીઓની જાળવણી, પ્રાણીઓ અન્યત્ર ફાળવવા કે બીજેથી મેળવવાની દરખાસ્તની ચકાસણી અને ભલામણ (૭) પાર્કમાં ઉમેરવાના કે ઉમેરાતાં નવા વિભાગોની દરખાસ્ત, આયોજન, અમલ, જાળવણી અને નિયંત્રણ (૮) વન્ય પ્રાણી (સંરક્ષણ) અધિનિયમ, વન અધિનિયમ કેઅન્ય લાગું પડતાં કાયદાઓનો અમલ અને માર્ગદર્શન (૯) મુલાકાતીઓ માટે વ્યવસ્થા, સગવડ અને જરૂરી પરવાનગી તેમજ (૧૦) પવઅશ્રીની અન્ય તમામ કામગીરીઓ પર દેખરેખ અને નિયંત્રણ.
2.5 મદદનીશ વન સંરક્ષકશ્રી (સંશોધન અને પ્રકાશન), “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર.

ફરજો
 • “ગીર” ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાતાં રાજ્ય સરકારશ્રીના તથા ભારત સરકારશ્રીના પ્રોજેક્ટ ઉપર કામ કરતાં તાંત્રિક મહેકમને ફીલ્ડ કો-ઓર્ડીનેશનમાં સહાય.
 • “ગીર” ફાઉન્ડેશનનું પ્રોડક્ટ ડેવલપમેન્ટ, પ્રોડક્શન, માર્કેટીંગ તેમજ વેચાણ (પબ્લીકેશન સહિત).
 • “ગીર” ફાઉન્ડેશનની રીસર્ચ કામગીરી કરતાં તમામ રીસર્ચ સ્ટાફ ઉપર મોનીટરીંગ અને નિયંત્રણ.
2.6 મદદનીશ વન સંરક્ષકશ્રી (ઇન્દ્રોડા નેચર પાર્ક - પૂર્વ), “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર.ફરજો

ફરજો
 • “ગીર” ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાતાં રાજ્ય સરકારશ્રીના તથા ભારત સરકારશ્રીના પ્રોજેક્ટ ઉપર કામ કરતાં તાંત્રિક મહેકમને ફીલ્ડ કો-ઓર્ડીનેશનમાં સહાય.
 • “ગીર” ફાઉન્ડેશનનું પ્રોડક્ટ ડેવલપમેન્ટ, પ્રોડક્શન, માર્કેટીંગ તેમજ વેચાણ (પબ્લીકેશન સહિત).
 • “ગીર” ફાઉન્ડેશનની રીસર્ચ કામગીરી કરતાં તમામ રીસર્ચ સ્ટાફ ઉપર મોનીટરીંગ અને નિયંત્રણ. 
2.7 મદદનીશ વન સંરક્ષકશ્રી (પ્રકૃત્તિ શિક્ષણ), “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર.

ફરજો
 • “ગીર” ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાતાં રાજ્ય સરકારશ્રીના તથા ભારત સરકારશ્રીના પ્રોજેક્ટ ઉપર કામ કરતાં તાંત્રિક મહેકમને ફીલ્ડ કો-ઓર્ડીનેશનમાં સહાય.
 • “ગીર” ફાઉન્ડેશનનું પ્રોડક્ટ ડેવલપમેન્ટ, પ્રોડક્શન, માર્કેટીંગ તેમજ વેચાણ (પબ્લીકેશન સહિત).
 • “ગીર” ફાઉન્ડેશનની રીસર્ચ કામગીરી કરતાં તમામ રીસર્ચ સ્ટાફ ઉપર મોનીટરીંગ અને નિયંત્રણ.
2.8 વરિષ્ઠ વહીવટી અધિકારી, “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર.

ફરજો
 • “ગીર” ફાઉન્ડેશન કચેરીને ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા મળેલ ગ્રાન્ટ માટે ઓડીટર જનરલ, રાજકોટ દ્વારા ઓડિટની કામગીરી કરવામાં આવે છે. આ ઓડિટ દરમ્યાન તેઓ દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલ ઓડિટ પેરાઓના જવાબ કરવાની કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની થાય છે. જેથી આ કામગીરી તેઓએ બજાવવાની રહેશે.
 • “ગીર” ફાઉન્ડેશન કચેરીના વાર્ષિક વહીવટી અહેવાલ દર વર્ષે પ્રકાશિત કરવાના થાય છે. વાર્ષિક વહીવટી અહેવાલ તૈયાર તથા પ્રકાશિત કરવાની કામગીરી કરવાની રહેશે.
 • “ગીર” ફાઉન્ડેશનના નવી બાબત તથા બજેટની દરખાસ્ત તાબાના એકમો પાસેથી મેળવવી તથા સંકલીત દરખાસ્ત સરકારશ્રીને સાદર કરાવવી, માસિક હિસાબી પત્રકો, ખર્ચ સમરી સમયસર સાદર કરાવવા તેમજ બજેટની ચકાસણી તથા વહેંચણી કરવાની કામગીરી, હિસાબી અધિકારીશ્રીના મંતવ્ય તથા સંકલનમાં રહીને તેમજ નાયબ નિયામકશ્રી, આર એન્ડ ડી અને નાયબ નિયામકશ્રી, ઈ.ઈ., ના માર્ગદર્શન હેઠળ કરવાની રહેશે.
 • “ગીર” ફાઉન્ડેશનના તાબાના એકમોના ઈન્સપેક્શન તથા ટેબલ ઈન્સ્પેક્શનની કામગીરી કરવાની રહેશે.
 • “ગીર” ફાઉન્ડેશનની વિવિધ કામગીરીઓનું આયોજન અંગેની કામગીરી વહીવટી અધિકારીશ્રીના સંકલનમાં રહીને નાયબ નિયામકશ્રી, આર એન્ડ ડી અને નાયબ નિયામકશ્રી, ઈ.ઈ. ના માર્ગદર્શન હેઠળ તથા અત્રેની સૂચનાનુસાર કરવાની રહેશે.
 • કેન્દ્ર સરકારશ્રીની યોજનાઓ તથા સંશોધન તેમજ કેળવણી પ્રોજેક્ટના આયોજન ખર્ચ તથા ખર્ચના પ્રમાણપત્રો (યુટીલાઈઝેશન સર્ટીફીકેટ) તેમજ પત્ર વ્યવહારની કામગીરી કરવાની રહેશે.
 • નાયબ નિયામકશ્રી, આર એન્ડ ડી અને નાયબ નિયામકશ્રી, ઈઈ તથા નીચે સહી કરનાર દ્વારા સુપ્રત કરવામાં આવે તે વધારાની તમામ કચેરી વહીવટીય કામગીરીઓ કરવાની રહેશે.
 • ખાનગી અહેવાલ માટે તેઓના નિયંત્રણ અધિકારી તરીકે નાયબ નિયામકશ્રી, સંશોધન અને વિકાસ રહેશે., જેઓ તેમના ખાનગી અહેવાલ લખશે. તેઓના ખાનગી અહેવાલની સમીક્ષા નિયામકશ્રી, “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર કરશે. નાયબ નિયામકશ્રી, ઈઈ તેમની કામગીરી બાબતના અવલોકન લેખિતમાં નાયબ નિયામકશ્રી, સંશોધન અને વિકાસને લખીને જાણ કરી શકશે.

2.9 વહીવટી અધિકારી, “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર.

ફરજો
 • “ગીર” ફાઉન્ડેશન કચેરી, ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન પૂર્વ તથા પશ્વિમ તેમજ હિંગોળગઢ અભયારણ્યના ગુજરાત વન વિભાગ, કાયમી, કરાર આધારિત, પ્રોજેક્ટના કરાર આધારિત તમામ મહેકમની સેવા વિષયક બાબતનો પત્ર વ્યવહાર.
 • “ગીર” ફાઉન્ડેશનના નિયામક મંડળ તથા “ગીર” ફાઉન્ડેશનના સામાન્ય સભ્યોને લગતી કામગીરી.
 • લોકસભા, રાજ્યસભા, વિધાનસભામાં ઉપસ્થિત થતા પ્રશ્નોના જવાબ કરવાની કામગીરી
 • માહિતી અધિકાર અધિનિયમ,૨૦૦૫ હેઠળ માંગવામાં આવતી માહિતીઓના જવાબો કરવાની કામગીરી
 • “ગીર” ફાઉન્ડેશન વિરૂધ્ધના તમામ કોર્ટ કેસ, મજુર અદાલતના કેસો વિગેરેની કામગીરી
 • સરકારશ્રી, અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીની કચેરી કે અન્ય સંસ્થાઓ / કચેરીઓ દ્વારા માંગવામાં આવતી સંલગ્ન માહિતીઓના જવાબો કરવાની કામગીરી
 • “ગીર” ફાઉન્ડેશન કચેરી તથા કચેરી ખાતે ચાલતી કામગીરીઓના ઉપયોગ સારૂ સાધન-સામગ્રીની ખરીદી તથા મેળવવાની કામગીરીના પત્રવ્યવહારની કામગીરી તેઓની મારફતે કરાવવી.
 • “ગીર” ફાઉન્ડેશનની કચેરીની બિલ્ડીંગની જાળવણી તથા નિભાવણીની કામગીરી તથા તે અંગેના તમામ રજીસ્ટરોની નિભાવણીની કામગીરી પર દેખરેખ રાખવી.
 • ડેડ સ્ટોક, કન્ઝમેબલ રજીસ્ટર બિલ્ડીંગની રજીસ્ટર, વ્હિકલ રજીસ્ટર તથા વ્હિકલના સંલગ્ન રજીસ્ટરો ઉપરાંત અન્ય કચેરીને સંલગ્ન રજીસ્ટરોની નિભાવણી કામગીરી પર દેખરેખ રાખવી.
 • નેશનલ ગ્રીન કોર – ઈકો ક્લબ, પ્રકૃતિ શિક્ષણ શિબિર વિગેરે જેવી કામગીરીઓ પર દેખરેખ રાખવી.
 • નાયબ નિયામકશ્રી, આર એન્ડ ડી અને નાયબ નિયામકશ્રી, ઈઈ તથા નીચે સહી કરનાર દ્વારા સુપ્રત કરવામાં આવે તેવી તમામ કચેરી વહીવટીય કામગીરીઓ કરવાની રહેશે.
 • ખાનગી અહેવાલ માટે તેઓના નિયંત્રણ અધિકારી તરીકે નાયબ નિયામકશ્રી, સંશોધન અને વિકાસ રહેશે. જેઓ તેમના ખાનગી અહેવાલ લખશે. તેઓના ખાનગી અહેવાલની સમીક્ષા નિયાકમશ્રી, “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર કરશે. નાયબ નિયામકશ્રી, ઈઈ તેમની કામગીરી બાબતના અવલોકન લેખિતમાં નાયબ નિયામકશ્રી, સંશોધન અને વિકાસને લખીને જાણ કરી શકશે.
2.10 હિસાબી અધિકારી, “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર.

ફરજો
 • “ગીર” ફાઉન્ડેશન કચેરીના સમગ્ર નાણાંકીય બાબતોને લગતાં રજીસ્ટરો, રોજમેળ, વાઉચર, વિગેરે નિભાવવા.
 • નિયામકશ્રી અને નાયબ નિયામકશ્રી દ્વારા મંજુર કરવામાં આવેલ સમગ્ર મહેકમ અને પ્રોજેક્ટ સ્ટાફના પગાર ભથ્થાઓ, પ્રવાસ ખર્ચ, આકસ્મિક ખર્ચ, પેશગીઓ વિગેરેની ચૂકવણી કરવી તેમજ તમામ તાંત્રિક કામો અને યોજનાકીય ખર્ચની ચૂકવણી કરવી.
 • “ગીર” ફાઉન્ડેશનના તમામ નાણાંકિય હિસાબો નિભાવવા અને અદ્યતન રાખવા.
 • માસિક, ત્રિમાસિક અને વર્ષિક નાણાંકીય હિસાબો તૈયાર કરવા.
2.11 પાર્ક વોર્ડનશ્રી, ઈન્દ્રોડા પાર્ક, ગાંધીનગર.

સત્તાઓઃ વહીવટી
 • ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગરના વર્ગ- અને ના સમગ્ર મહેકમની રજા, પગાર, ઈજાફા, પેશગી અને મહેકમને સંલગ્ન અને માસિક બાંધ્યા પગારના રોજમદાર અને દૈનિક વેતનના રોજમદારોને લગતો તમામ પત્રવ્યવહાર.
 • ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગરનો વહીવટ અને તમામ વિકાસકીય અને નિભાવણીના કામો કરવા.
 • ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગરના સમગ્ર વિસ્તારના સંરક્ષણને લગતી જવાબદારી
 • ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગરના સમગ્ર નાણાંકીય કામકાજને લગતાં રજીસ્ટરો, પાવતી બુકો, રોજમેળ વિગેરેની નિભાવણી અને વહીવટી અને નાણાંકીય માસિક અહેવાલ તૈયાર કરવાની કામગીરી.
નાણાંકીય:
 • ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન. ગાંધીનગરના તમામ મહેકમ અને રોજમદારોના પગાર ભથ્થા વિગેરેની ચૂકવણી.
 • ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન. ગાંધીનગરના તમામ વિકાસકીય અને નિભાવણીના કામોના ખર્ચની ચૂકવણી.

2.12 રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રી, પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય, હિગોળગઢ.

 • હિંગોળગઢ અભ્યારણ્યના સમગ્ર મહેકમની રજા, પગાર, ઈજાફા, પેશગી અને મહેકમને સંલગ્ન અને માસિક બાંધ્યા પગારના રોજમદારો અને દૈનિક વેતનના રોજમદારોના નિયંત્રણ અંગેનો વહીવટ સંભાળવો.
 • હિંગોળગઢ અભ્યારણ્યના તમામ વિકાસકીય અને નિભાવણીના કામો બાબતે પત્રવ્યવહાર.
 • હિંગોળગઢ અભ્યારણ્યના સમગ્ર વિસ્તારના સંરક્ષણને લગતી જવાબદારી.
 • હિંગોળગઢ અભ્યારણ્યના સમગ્ર નાણાકીય કામકાજને લગતાં રજીસ્ટરો, પાવતી બુકો, રોજમેળ વિગેરેની નિભાવણી અને વહીવટી અને નાણાંકીય માસિક અહેવાલ તૈયાર કરવાની કામગીરી.
નાણાંકીય:
 • હિંગોળગઢ અભ્યારણ્યના તમામ મહેકમ અને રોજમદારોના પગાર ભથ્થા વિગેરેની ચૂકવણી.
 • હિંગોળગઢ અભ્યારણ્યના તમામ વિકાસકીય અને નિભાવણીના કામોના ખર્ચની ચૂકવણી.
2.13 ટેકનીકલ આસીસ્ટન્ટશ્રી, “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર.

સત્તાઓઃ વહીવટી
 • અરણ્યપાર્કના વિકાસ કામો માટે તેમજ નિયામકશ્રી, “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગરની કચેરીના જાળવણીના કામો માટે રોજમદારો રોકવા તથા આ કામો માટે જરૂરી પત્ર વ્યવહાર કરવો.
નાણાંકીય:
 • નિયામકશ્રી, “ગીર” ફાઉન્ડેશન દ્વારા સુપ્રત કરેલ અને તેઓ દ્વારા મંજુરી મળેલ કામો માટેનો આનુસાંગિક ખર્ચ કરવો અને માસિક અહેવાલ તૈયાર કરી સાદર કરવો.
3. દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતિ.

“ગીર” ફાઉન્ડેશનની વિવિધ વિકાસકીય, સંશોધનાત્મક, શૈક્ષણિક અને વિવિધ પ્રવૃતિઓ અને કામગીરીઓ નિયામક મંડળના માર્ગદર્શન દ્વારા કરવામાં આવે છે. નિયામક મંડળ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોના અમલ નિયામકશ્રી, “ગીર” ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. જે પ્રવૃતિઓમાં જાહેર જનતાને આમંત્રિત કરવામાં આવે છે તે અખબારો દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. જાહેર જનતા “ગીર” ફાઉન્ડેશનની પ્રવૃતિઓ વિશે નિયામકશ્રીની કચેરીનો સંપર્ક કરી શકે છે. જો નિયામક મંડળ વર્ષમાં એકવાર મળેલ ન હોય તો સરકારશ્રીના ધારા-ધોરણો અને નિયમો પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે.

4. કાર્યો કરવા માટે નક્કી કરેલાં ધોરણો.

“ગીર” ફાઉન્ડેશન એક સ્વાયત્ત સંસ્થા છે અને સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગ્રાન્ટ ઈન એઈડ (અનુદાન) મેળવે છે. “ગીર” ફાઉન્ડેશન હેઠળના ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, અરણ્ય પાર્ક અને હિગોળગઢ અભ્યારણ્યના વિવિધ વિકાસકીય અને જાળવણી તથા નિભાવણીના કામો ઉપરાંત વિવિધ પ્રવૃતિઓ જેવી કે વિવિધ પ્રસંગોની ઉજવણી, મહેકમ ખર્ચ, કચેરી નિભાવણી ખર્ચ, વિગેરે પ્રવૃત્તિઓ માટે “ગીર” ફાઉન્ડેશન દ્વારા સરકારશ્રીમાં નાણાંકીય દરખાસ્ત કામવાર મોકલવામાં આવે છે. જેને સરકારશ્રી દ્વારા મંજૂર કરી અનુદાન ફાળવવામાં આવે છે. આ ઉપરાંત ભારત સરકાર, વન વિભાગ તેમજ અન્ય સંસ્થાઓને પણ વિવિધ સંશોધનાત્મક પ્રવૃત્તિઓ માટે પ્રોજેક્ટ પ્રપોઝલ મોકલવામાં આવે છે અને તેઓ દ્વારા પણ પ્રોજેક્ટ માટે નાણાંકીય સહાય મેળવવામાં આવે છે.

5.કાર્યો કરવા માટેના નિયમો, વિનિયમો, સૂચનાઓ નિયમસંગ્રહ અને દફતરો

“ગીર” ફાઉન્ડેશનની કામગીરીઓ અને પ્રવૃત્તિઓને લક્ષમાં લેતા “ગીર” ફાઉન્ડેશન દ્વારા વર્ષ 1983માં બનેલા સેવા નિયમો તેમજ અન્ય બાબતો માટે સરકારશ્રી તથા બોર્ડ દ્વારા નિયત થતા નિયમો.

6. જાહેર તંત્ર અથવા તેના નિયંત્રણ હેઠળની વ્યક્તિઓ પાસેના દસ્તાવેજોની કક્ષાઓ અંગેનું પત્રક

“ગીર” ફાઉન્ડેશનની કામગીરીઓ અને પ્રવૃતિઓને લક્ષમાં લેતા આ બાબત લાગુ પડતું નથી. આમ છતાં “ગીર” ફાઉન્ડેશનની તમામ પ્રકારની માહિતી નિયામકશ્રી, “ગીર” ફાઉન્ડેશન, ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર ખાતે ઉપલબ્ધ છે.

7. નીતિ ઘડતર અથવા નીતિના અમલ સંબંધી જનતાના સભ્યો સાથે સલાહ-પરામર્શ અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની કોઈ વ્યવસ્થા હોયતો તેની વિગત.

તેમના પ્રતિનિધિત્વ માટેની કોઈ વ્યવસ્થા હોયતો તેની વિગત.

“ગીર” ફાઉન્ડેશનની કામગીરીઓ અને પ્રવૃતિઓને લક્ષમાં લેતા આ બાબત લાગુ પડતું નથી. આમ છતાં “ગીર” ફાઉન્ડેશનની તમામ પ્રકારની માહિતી નિયામકશ્રી, “ગીર” ફાઉન્ડેશન, ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર ખાતે ઉપલબ્ધ છે.

8. તેના ભાગ તરીકે રચાયેલી બોર્ડ, પરિષદ, સમિતિઓ અને અન્ય સંસ્થાઓનું પત્રક

“ગીર” ફાઉન્ડેશન નિયામક મંડળની રચના સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા “ગીર” ફાઉન્ડેશનના મેમોરન્ડમ ઓફ એસોસિયેશન એન્ડ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ (બંધારણ) માં જણાવેલ જોગવાઈ અનુસાર કરવામાં આવે છે. નિયામક મંડળના સભ્યોની વિગત નીચે મુજબ છે.

1 રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અધ્યક્ષશ્રી
2 રાજ્યના માનનીય વનમંત્રીશ્રી ઉપાધ્યક્ષશ્રી
3 રાજ્યના માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી (વન અને પર્યાવરણ) સભ્યશ્રી
4 અધિક મુખ્ય સચિવશ્રી, વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત રાજ્ય સભ્યશ્રી
5 અગ્ર મુખ્ય વનસંરક્ષકશ્રી તથા હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ સભ્યશ્રી
6 અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી, વન્યજીવ, ગુજરાત રાજ્ય સભ્યશ્રી
7 ચીફ એક્ઝીક્યુટીવ ડાયરેકટર વિશ્વ વન્યપ્રાણી ભંડોળ(ભારત)ના પ્રતિનિધિ, ન્યુ દિલ્હી સભ્યશ્રી
8 ચીફ એક્ઝીક્યુટીવ ડાયરેકટર મુંબઈ નેચરલ હિસ્ટ્રી સોસાયટીના પ્રતિનિધિ, મુંબઈ સભ્યશ્રી
9 શ્રી ધનરાજ નથવાણી, વાઈસ પ્રેસીડન્ટ, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, જામનગર સભ્યશ્રી
10 ડૉ.એચ.એસ.સિંહ(આઈ.એફ.એસ.), નિવૃત્ત અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર સભ્યશ્રી
11 ડૉ.પ્રો.નગીનભાઈ ચંદુભાઈ પટેલ – વાઈસ ચાન્સેલરશ્રી,આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સીટી- આણંદ સભ્યશ્રી
12 ‘ગીર’ ફાઉન્ડેશનના નિયામકશ્રી સભ્ય સચિવશ્રી
9. અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી-પુસ્તિકા (ડિરેક્ટરી)
ગાંધીનગર જીલ્લો.
   1. નામ: શ્રી આર.ડી.કમ્બોજ, આઈ.એફ.એસ
    • હોદ્દો: નિયામક, “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર
    • ફોન: ૦૭૯-૨૩૯ ૭૭૩૦૦ (કચેરી), ૦૭૯-૨૩૯૭૭૩૧૩ (ફેક્સ)
    • ઈ-મેઈલ: dir-geer@gujarat.gov.in
    • સરનામું: નિયામકશ્રીની કચેરી, “ગીર” ફાઉન્ડેશન, ઈન્દ્રોડા પાર્ક, ગાંધીનગર
   2. નામ: શ્રી ડી.સી. મહેતા, ભા.વ.સે.
    • હોદ્દો: નાયબ નિયામક(ઈ.ઈ.), “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર
    • ફોન: ૦૭૯-૨૩૯૭૭૩૦૪, ૦૭૯-૨૩૯ ૭૭૩૦૦ (કચેરી), ૦૭૯-૨૩૯૭૭૩૧૩ (ફેક્સ)
    • ઈ-મેઈલ: dydir1-geer@gujarat.gov.in
    • સરનામું: નિયામકશ્રીની કચેરી, “ગીર” ફાઉન્ડેશન, ઈન્દ્રોડા પાર્ક, ગાંધીનગર
   3. નામ:શ્રી આઈ.કે. બારડ, ગુ.વ.સે.
    • હોદ્દો: નાયબ નિયામક(આર.એન્ડ ડી.), “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર
    • ફોન:૦૭૯-૨૩૯૭૭૩૦૨, ૦૭૯-૨૩૯ ૭૭૩૦૦ (કચેરી), ૦૭૯-૨૩૯૭૭૩૧૩ (ફેક્સ)
    • ઈ-મેઈલ: dydir-geer@gujarat.gov.in
    • સરનામું:નિયામકશ્રીની કચેરી, “ગીર” ફાઉન્ડેશન, ઈન્દ્રોડા પાર્ક, ગાંધીનગર
   4. નામ: શ્રીમતી વિભાબેન ગોસ્વામી,
    • હોદ્દો: મદદનીશ નિયામક, “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર
    • ફોન: ૦૭૯-૨૩૯૭૭૩૦૬, ૦૭૯-૨૩૯ ૭૭૩૦૦ (કચેરી), ૦૭૯-૨૩૯૭૭૩૧૩ (ફેક્સ)
    • ઈ-મેઈલ: dir-geer@gujarat.gov.in
    • સરનામું:નિયામકશ્રીની કચેરી, “ગીર” ફાઉન્ડેશન, ઈન્દ્રોડા પાર્ક, ગાંધીનગર
   5. નામ: શ્રી એસ.ડી. નિનામા
    • હોદ્દો: મદદનીશ વન સંરક્ષકશ્રી, “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર
    • ફોન: ૦૭૯-૨૩૯૭૭૩૦૭, ૦૭૯-૨૩૯ ૭૭૩૦૦ (કચેરી), ૦૭૯-૨૩૯૭૭૩૧૩ (ફેક્સ)
    • સરનામું:નિયામકશ્રીની કચેરી, “ગીર” ફાઉન્ડેશન, ઈન્દ્રોડા પાર્ક, ગાંધીનગર
   6. નામ:
    • હોદ્દો: વરિષ્ઠ વહીવટી અધિકારીશ્રી, “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર
    • ફોન:૦૭૯-૨૩૯૭૭૩૦૫, ૦૭૯-૨૩૯ ૭૭૩૦૦ (કચેરી), ૦૭૯-૨૩૯૭૭૩૧૩ (ફેક્સ)
    • સરનામું: નિયામકશ્રીની કચેરી, “ગીર” ફાઉન્ડેશન, ઈન્દ્રોડા પાર્ક, ગાંધીનગર
   7. નામ:
    • હોદ્દો: વહીવટી અધિકારી, “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર
    • ફોન: ૦૭૯-૨૩૯૭૭૩૨૭, ૦૭૯-૨૩૯ ૭૭૩૦૦ (કચેરી), ૦૭૯-૨૩૯૭૭૩૧૩ (ફેક્સ)
    • સરનામું: નિયામકશ્રીની કચેરી, “ગીર” ફાઉન્ડેશન, ઈન્દ્રોડા પાર્ક, ગાંધીનગર
   8. નામ:
    • હોદ્દો: હિસાબી અધિકારી, “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર
    • ફોન:૦૭૯-૨૩૯૭૭૩૧૬, ૦૭૯-૨૩૯ ૭૭૩૦૦ (કચેરી), ૦૭૯-૨૩૯૭૭૩૧૩ (ફેક્સ)
    • સરનામું: નિયામકશ્રીની કચેરી, “ગીર” ફાઉન્ડેશન, ઈન્દ્રોડા પાર્ક, ગાંધીનગર
   9. નામ: શ્રી એસ.ડી.નિનામા
    • હોદ્દો: પાર્ક વોર્ડન-વ-પરિક્ષેત્ર વન અધિકારીશ્રી, ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર
    • ફોન:૦૭૯-૨૩૯ ૭૭૩૦૦ ('ગીર' ફાઉન્ડેશન, કચેરી),
    • સરનામું: પાર્ક વોર્ડનશ્રીની કચેરી, ઈન્દ્રોડા પાર્ક, ગાંધીનગર
   10. નામ: શ્રી આર.જી. જોષી
    • હોદ્દો: પાર્ક વોર્ડન-વ-પરિક્ષેત્ર વન અધિકારીશ્રી, અરણ્ય ઉદ્યાન, ગાંધીનગર
    • ફોન:૦૭૯-૨૩૯ ૭૭૩૦૦ ('ગીર' ફાઉન્ડેશન, કચેરી),
    • સરનામું:પાર્ક વોર્ડન-વ-પરિક્ષેત્ર વન અધિકારીશ્રી, અરણ્ય ઉદ્યાન, શાહપુર-બાસણ રોડ, ગાંધીનગર

રાજકોટ જિલ્લો
   1. નામ: શ્રી આરીફ ઠેબા,
    • હોદ્દો: રેન્જ ફોરેસ્ટ ઓફીસર, પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય, હિંગોળગઢ(રાજકોટ)
    • ફોન: ૦૭૯-૨૩૯ ૭૭૩૦૦ ('ગીર' ફાઉન્ડેશન, કચેરી),
    • સરનામું:રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી, પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય, હિગોળગઢ, તા.વિંછીયા, જિ.રાજકોટ

10. સહાયકી કાર્યક્રમોના અમલ અંગેની પધ્ધતિ

“ગીર” ફાઉન્ડેશન દ્વારા કોઈપણ સંસ્થા કે વ્યક્તિઓને કોઈ યોજના / કાર્યક્રમ માટે નાણાંકીય સહાય કે લાભ આપવામાં આવતો ન હોઈ આ બાબત લાગું પાડતી નથી.

11. તેણે આપેલ રાહતો, પરમિટ કે અધિકૃતિ મેળવનારની વિગતો

“ગીર” ફાઉન્ડેશન દ્વારા કોઈપણ સંસ્થા કે વ્યક્તિઓને કોઈ યોજના/કાર્યક્રમ માટે નાણાંકીય સહાય કે લાભ આપવામાં આવતો ન હોઈ આ બાબત લાગું પાડતી નથી.

12. વીજાણુરૂપે ઉપલબ્ધ માહિતી.

“ગીર” ફાઉન્ડેશન તમામ વિકાસકીય, શૈક્ષણિક અને સંશોધનાત્મક પ્રવૃત્તિઓની વિસ્તૃત વિગતો અને જાણકારી વેબસાઈટ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે.

13. માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સવલતોની વિગતો

”ગીર” ફાઉન્ડેશન કચેરી ખાતે ગ્રંથાલયની સ્થાપના કરી છે. કચેરીમાં વર્તમાનપત્રો આવે છે. વિવિધ ઉજવણીના પ્રસંગોએ વન અને વન્યજીવસૃષ્ટિ આધારીત પ્રદર્શનો યોજવામાં આવે છે.

કચેરી ખાતે નોટિસ બોર્ડ ઉપલબ્ધ છે. જેમાં મદદનીશ જાહેર માહિતી અધિકારી, માહિતી અધિકારી અને જાહેર સત્તાધિકારીના નામ-સરનામાં પ્રકાશિત કરવામાં આવેલ છે. કચેરીમાં જાહેર જનતા રેકર્ડ નિરીક્ષણ કરી શકે છે. કચેરીની માહીતી મેળવવા માટે કોઈપણ વ્યક્તિ નિયામકશ્રી, “ગીર” ફાઉન્ડેશન,ગાંધીનગરની કચેરીનો સંપર્ક કરી શકે છે. કચેરીની વેબ સાઈટ :www.geerfoundation.gujarat.gov.in છે. “ગીર” ફાઉન્ડેશનની વિવિધ પ્રવૃત્તિઓનો લાભ જાહેર જનતા લઈ શકે તે સારૂ અખબારો દ્વારા જાહેર ખબર આપવામાં આવે છે.

14. સરકારી માહિતી અધિકારીઓનાં નામ, હોદ્દા અને અન્ય વિગતો

ક્રમકચેરીનું નામજાહેરમાહિતી અધિકારીએપેલેટ અધિકારી
1 નિયામકશ્રી,
“ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગરની કચેરી.
શ્રીમતી વિભાબેન ગોસ્વામી,
મદદનીશ નિયામક
ફોન નં. 079-23977306,
079-23977300(કચેરી)
ફેક્સ નં. 079- 23977313 (કચેરી)
મોબાઈલ નં. 7574950468
શ્રી આઈ.કે. બારડ, ગુવસે, નાયબ નિયામકશ્રી,
"ગીર" ફાઉન્ડેશન, ગાંધીનગર. ફોન નં. 079-23977302,
079-23977300 (કચેરી) ફેક્સ નં. 079- 23977313 (કચેરી)
ઈ- મેલ : dir-geer@gujarat.gov.in
2 પાર્ક વોર્ડનશ્રી,
ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર
શ્રી એ.ડી. ચૌધરી,
પાર્ક વોર્ડન-વ-પરિક્ષેત્ર વન અધિકારી
ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન
મોબાઈલ નં.૯૫૧૨૦૦૩૮૬૩
શ્રીમતી વિભાબેન ગોસ્વામી,
મદદનીશ નિયામક
ફોન નં. 079-23977306,
079-23977300(કચેરી)
ફેક્સ નં. 079- 23977313 (કચેરી)
મોબાઈલ નં. 7574950468
3 પાર્ક વોર્ડનશ્રી,
અરણ્ય ઉદ્યાન,
ગાંધીનગર
શ્રી આર.જી. જોષી,
પાર્ક વોર્ડન-વ-પરિક્ષેત્ર વન અધિકારી
અરણ્ય પ્રકૃતિ ઉદ્યાન
મોબાઈલ નં.9724342140
શ્રીમતી વિભાબેન ગોસ્વામી,
મદદનીશ નિયામક
ફોન નં. 079-23977306,
079-23977300(કચેરી)
ફેક્સ નં. 079- 23977313 (કચેરી)
મોબાઈલ નં. 7574950468
4 પરિક્ષેત્ર વન અધિકારીશ્રી,
હિંગોળગઢ અભયારણ્ય,
હિંગોળગઢ
શ્રી આરીફ ઠેબા,
પરિક્ષેત્ર વન અધિકારીશ્રી(ઈ.ચા.)
હિંગોળગઢ અભયારણ્ય
શ્રી એસ.ડી. નિનામા,
મદદનીશ નિયામક
ફોન નં. 079-23977307,
079-23977300(કચેરી)
ફેક્સ નં. 079- 23977313 (કચેરી)

15. અન્ય ઉપયોગી માહિતી

 • “ગીર” ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓના ભાગરૂપે વિવિધ પ્રસંગો જેવાં કે વન્યપ્રાણી સપ્તાહ, વિશ્વ પર્યાવરણ દિવસ, વિશ્વ પૃથ્વી દિન, વિશ્વ જલપ્લાવિત દિવસ, ઓઝોન સંરક્ષણ દિવસ જેવા પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ચિત્ર-સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, પ્રકૃતિ શિક્ષણ શિબિર જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વન્યપ્રાણી સપ્તાહ તા. ૨ થી ૮ ઓક્ટોબર દરમ્યાન દર વર્ષે ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે મુલાકાતીઓને વિનામૂલ્ય પ્રવેશ આપવામાં આવે છે. આ પ્રસંગોએ અખબારોમાં જાહેરાત આપી જાહેર જનતા અને વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવે છે આ ઉપરાંત ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર ખાતેના કલરવ સંકુલ ખાતે પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે યોજાતા વિવિધ કાર્યક્રમોમાં પણ અખબારના માધ્યમ દ્વારા જાહેર જનતાને આમંત્રિત કરવામાં આવે છે.
 • ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન અને અરણ્ય પાર્ક, ગાંધીનગર ખાતે તથા હિંગોળગઢ અભયારણ્ય (રાજકોટ) ખાતે યોજવામાં આવતી પ્રકૃતિ શિક્ષણ શિબિરના આયોજન બાબતે પણ અખબારના માધ્યમ દ્વારા જાહેરાત આપી વિવિધ શાળાઓને આમંત્રિત કરવામાં આવે છે. આ માટે શાળાઓને વિસ્તૃત માહિતી આપતો પરિપત્ર પણ પાઠવવામાં આવે છે.
 • જાહેર જનતા “ગીર” ફાઉન્ડેશનની પ્રવૃતિ વિશે વિસ્તૃત રીતે જાણકારી મેળવે તે સારૂ બ્રોશર પણ પ્રકાશિત કરેલ છે. તેમજ ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર અને હિગોળગઢ અભયારણ્યની વિસ્તૃત વિગતો આવરી લેતું બ્રોશર પ્રકાશિત કરેલ છે. આ તમામ બ્રોશર જાહેર જનતાને વિનામૂલ્યે આપવામાં આવે છે.
 • નેશનલ ગ્રીન કોર યોજના હેઠળ રાજ્યની ૭૫૮૨ શાળાઓમાં સ્થાપવામાં આવેલ ઈકો ક્લબો દ્વારા વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ અને પર્યાવરણની સભાનતા કેળવાય તેની કામગીરી કરવામાં આવે છે.
 • “ગીર” ફાઉન્ડેશન દ્વારા લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો તથા પ્રકૃતિ, પર્યાવરણ, વન્યપ્રાણી અને અન્ય સંબંધિત શિક્ષણ આપવાનો છે. તા.૫-૬-૨૦૦૩ થી આકાશવાણીના અમદાવાદ-વડોદરા તથા રાજકોટ કેન્દ્ર ઉપરથી દર રવિવારે રાત્રે ૮-૦૦ થી ૮-૩૦ સુધી – “હરિયાળું ગુજરાત” નામનો રેડિયો પ્રોગ્રામ પ્રસારિત કરવામાં આવે છે.
 • સને ૧૯૯૭ થી પર્યાવરણ, સજીવ સૃષ્ટિ, વિવિધ પરિસરો તથા તેના સંરક્ષણ અને ‘ગીર’ ફાઉન્ડેશનની વિવિધ પ્રવૃત્તિઓને આવરી લેતુ ત્રિમાસિક સામયિક ‘સૃષ્ટિ’ બહાર પાડવામાં આવે છે.
 • “ગીર” ફાઉન્ડેશન દ્વારા માહે નવેમ્બર થી ફેબ્રુઆરી માસના ત્રણ રવિવાર દરમ્યાન ઈન્દ્રોડા પાર્ક ખાતે પક્ષી દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં પ્રત્યેક બેચમાં ૪૦-૫૦ તાલીમાર્થીઓને પક્ષીની ઓળખ, વર્તણુંક, પક્ષી ઓળખવાની કળા વિગેરેથી માહિતગાર કરવામાં આવે છે.

16. વિનિયમોમાં જોગવાઈ કર્યા મુજબ મહેનતાણાની પધ્ધતી સહિત દરેક અધિકારી અને કર્મચારીને મળતું માસિક મહેનતાણું

1. નામ શ્રી આર.ડી. કમ્બોજ, આઈ.એફ.એસ.
હોદ્દો નિયામકશ્રી, “ગીર” ફાઉન્ડેશન,
પગાર ધોરણ ૧૬૭૪૮૦
વિનિમયમાં જણાવ્યા મુજબ મહેનતાણું સરકારશ્રીના નિયમોનુસાર નક્કી કરવાની કાર્યપધ્ધતિ
2. નામ શ્રી ડી.સી. મહેતા, આઇ.એફ.એસ.
હોદ્દો નાયબ નિયામકશ્રી,(ઈ.ઈ.) “ગીર” ફાઉન્ડેશન,
પગાર ધોરણ ૬૭૭૦૦-૨૦૮૭૦૦
વિનિમયમાં જણાવ્યા મુજબ મહેનતાણું સરકારશ્રીના નિયમોનુસાર નક્કી કરવાની કાર્યપધ્ધતિ
3. નામ શ્રી આઈ.કે. બારડ, ગુવસે,
હોદ્દો નાયબ નિયામકશ્રી, “ગીર” ફાઉન્ડેશન,
પગાર ધોરણ ૩૫૮૭૫
વિનિમયમાં જણાવ્યા મુજબ મહેનતાણું સરકારશ્રીના નિયમોનુસાર નક્કી કરવાની કાર્યપધ્ધતિ
4. નામ શ્રીમતી વિભાબેન ગોસ્વામી
હોદ્દો મદદનીશ નિયામકશ્રી, “ગીર” ફાઉન્ડેશન,
પગાર ધોરણ ૫૩૧૦૦-૧૬૭૮૦૦
વિનિમયમાં જણાવ્યા મુજબ મહેનતાણું સરકારશ્રીના નિયમોનુસાર નક્કી કરવાની કાર્યપધ્ધતિ
5. નામ શ્રી એસ.આર. સીન્ધી
હોદ્દો મદદનીશ વન સંરક્ષકશ્રી, “ગીર” ફાઉન્ડેશન,
પગાર ધોરણ ૫૩૧૦૦-૧૬૭૮૦૦
વિનિમયમાં જણાવ્યા મુજબ મહેનતાણું સરકારશ્રીના નિયમોનુસાર નક્કી કરવાની કાર્યપધ્ધતિ
6. નામ શ્રી એસ.ડી. નિનામા ,
હોદ્દો પાર્ક વોર્ડનશ્રી(ઈ.ચા.), ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર
પગાર ધોરણ ૩૯૯૦૦-૧૨૬૬૦૦
વિનિમયમાં જણાવ્યા મુજબ મહેનતાણું સરકારશ્રીના નિયમોનુસાર નક્કી કરવાની કાર્યપધ્ધતિ
7. નામ શ્રી આર.જી. જોષી,
હોદ્દો પાર્ક વોર્ડનશ્રી, અરણ્ય ઉદ્યાન, ગાંધીનગર
પગાર ધોરણ ૩૯૯૦૦-૧૨૬૬૦૦
વિનિમયમાં જણાવ્યા મુજબ મહેનતાણું સરકારશ્રીના નિયમોનુસાર નક્કી કરવાની કાર્યપધ્ધતિ
8. નામ
હોદ્દો રેન્જ ફોરેસ્ટ ઓફીસર(ઈ.ચા.), હિગોળગઢ, (રાજકોટ)
પગાર ધોરણ ૩૯૯૦૦-૧૨૬૬૦૦
વિનિમયમાં જણાવ્યા મુજબ મહેનતાણું સરકારશ્રીના નિયમોનુસાર નક્કી કરવાની કાર્યપધ્ધતિ
9. નામ
હોદ્દો વરિષ્ઠ વહીવટી અધિકારીશ્રી
પગાર ધોરણ ૩૯૯૦૦-૧૨૬૬૦૦
વિનિમયમાં જણાવ્યા મુજબ મહેનતાણું સરકારશ્રીના નિયમોનુસાર નક્કી કરવાની કાર્યપધ્ધતિ
10. નામ
હોદ્દો વહીવટી અધિકારી, “ગીર” ફાઉન્ડેશન,
પગાર ધોરણ ૩૫૪૦૦-૧૧૨૪૦૦
વિનિમયમાં જણાવ્યા મુજબ મહેનતાણું સરકારશ્રીના નિયમોનુસાર નક્કી કરવાની કાર્યપધ્ધતિ
11. નામ
હોદ્દો હિસાબી અધિકારી, “ગીર” ફાઉન્ડેશન,
પગાર ધોરણ ૫૨૦૦-૨૦૨૦૦(૨૪૦૦) (છઠ્ઠા પગાર પંચ મુજબ)
વિનિમયમાં જણાવ્યા મુજબ મહેનતાણું “ગીર” ફાઉન્ડેશન એમ્પલોઈઝ સર્વિસ રૂલ્સ નક્કી કરવાની કાર્યપધ્ધતિ
footer img